Wednesday, May 30, 2012
શબ્દો પણ શ્વાસની જેમ રૂંધાય છે
તુટેલુ દિલ એમ થોડી સંધાય છે??
અહીં એકમેકમા ઓતપ્રોત થવું પડે
છુટ્યા પછી એમ થોડી બંધાય છે??
હવે ભરોસાની વાત પણ કેમ કરવી?
લોકો પ્રેમ કર્યા પછી પણ મુંઝાય છે!
શબ્દોના ઘાવ જે દિલ પર લાગે છે
એ મીઠી વાણીથી પણ ક્યાં રૂઝાય છે?
સાચો પ્રેમ ક્યારેય પરખાય નહીં
એમાં ક્યારેક મજા તો સજાય છે!!
તું શીદને વિચારે એ ખાલી તમારા જ છે?
એને ચાહવા વાળા હજી ઘણા બિજાય છે!
કેતુલ, મડદું બની હવે જીવી રહ્યો છે,
ખાલી શ્વાસ નું આવન જાવન થાય છે!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment