Sunday, September 16, 2012


નિખાલસ આ મનનો એકરાર હજી બાકી છે દોસ્તી કરી લીધી પણ પ્યાર હજી બાકી છે શંસય છે મારા મનમા શું ચાહશે એ મુજને વાતોમા તેની ચાહતનો અણસાર હજી બાકી છે આમતો જો કેતુલ સ્વમાન ભર્યુ જીવન છે એ ચાહે બસ મુજને એ ઉપકાર હજી બાકી છે કહ્યા કર્યા મે જે જે શબ્દો સહુ કુણા પડ્યા કોઇ જરા જઈને કહેજો ચોટદાર હજી બાકી છે છે આશ બસ મિલનની પણ કપરી છે મંઝિલ ખાસ સંભાળજે કદમ તું ધારદાર હજી બાકી છે જાતને વેચીને કાવ્યા પામી શક્યો ના તુજને જો આ પણ ઓછુ પડે તો ઘરબાર હજી બાકી છે ઓ મોત હજી રાહ જોજે કેતુલને લઈ જવાની સઘળુ મલી ગયુ પણ પરવરદિગાર હજી બાકી છે

Sunday, September 2, 2012


વિસ્મરણ હોય કે સ્મરણ હોય નશો ગઝલનો આમરણ હોય નથી નકશામા એના પગલા જોને ક્યાંક ખોવાયેલું એક જણ હોય યાદ કર્યા જેને જીવનભર કેતુલ કદાચ ભુલી ગયા તને એ પણ હોય ભીંજવીને તરબોળ કરી ગયા કેવા એની ગવાહીમા સુકાયેલા રણ હોય નથી અંત સમયની કોઇ ઇચ્છા કેતુલ બસ પાસે ઉભેલુ કોઇ એક જણ હોય

Thursday, August 16, 2012

હવે એ પણ મને સમજાય છે જનાજો શા માટે ઊંચકાય છે મુસીબતનો સૌ સાથે મળીને જોયુ કેવો નિકાલ કરી જાય છે! દુશ્મન જે સમજતા હતા મને તેઓ આજે કેવા હરખાય છે! આખી ઝિંદગી જે સાચવ્યા કર્યા એ સંબંધો બધા હવે પરખાય છે આખી ઝિંદગી જેનો બોજ ઉપાડ્યો એ મારો જનાજો ઉપાડીને જાય છે સાચા સંબંધો બસ એ જ નિકળ્યા જેની આંખો આંસુઓથી છલકાય છે બાકી જે નામના સંબંધો નિભાવતા પોતાના મન મા કેવા મલકાય છે આમ તો જીવનમા ક્યાં સુખ હતું? તો પણ ગુણગાન સારા ગવાય છે નનામી પર સવાર થઇ કેતુલ હવે થાક જીવનનો ખવાય છે

Monday, August 13, 2012

હવે એ પણ મને સમજાય છે જનાજો શા માટે ઊંચકાય છે મુસીબતનો સૌ સાથે મળીને કેતુલ કેવો નિકાલ કરી જાય છે!

Tuesday, August 7, 2012

છોડીને મને કાવ્યા ક્યાં તું વસે છે? મારા વગર પ્રિતમ શું તું પણ હસે છે? દિવસો વીતી ગયા છે તારા વિયોગમાં; મિલન કાજે મારા શું તું પણ તરસે છે? બહુજ ચાલાકીથી છુપાઇ ગયા છો કેવા? કેતુલની માયા જાળમાં ક્યાં તું ફસે છે? એકરાર નથી કરતા, ઇનકર નથી કરતા; બસ ચુપ રહીને કેવા મરક મરક હસે છે? છે બેચેન મન મારૂં મિલન કાજે તારૂં; હોઠ ચુપ છે પણ આંખલડી કેમ વરસે છે?

Monday, August 6, 2012


છે એક ચહેરો જે તડપાવે છે છે એક ચહેરો જે રડાવે છે પયગંબરની દિશામા જતા જતા મયખાનામા પગલા પડાવે છે યાદો એની મોકલી મોકલી મિલનના સ્થાને તેડાવે છે એ ખુદ ગેરહાજર રહીને કેવો મજાક મારો ઉડાવે છે પોતે બસ મસ્તીમા રહીને યાદોનો ભાર ઉપડાવે છે એક વખત વાત કરીને જાણે ઉપકાર માથે ચડાવે છે મારા આપેલા ફુલ જે એની કિતાબોમા સડતા હતા કેતુલ,રોઇ રોઇ ને આજે કબર પર મારી ચડાવે છે.

Friday, July 13, 2012

મિત્રો આજે ફરી મરવાનુ મન થયું ખોળીયો ખાલી કરવાનું મન થયું આખી ઝિંદગી ડુબીને જીવીછે,કેતુલ હવે લાશ બની તરવાનું મન થયુ

Wednesday, July 4, 2012

જોયી લીધી મે ઝિંદગી બસ જીવું છું તારા માટે અશ્રુઓ મુજ નયનના બસ પીવું છું તારા માટે મારી દરેક લાગણીઓ મજાક બની ગયી,કેતુલ તો પણ ફાટેલી ઝિંદગી બસ સીવું છું તારા માટે

Sunday, July 1, 2012

મને શોધવા મુજને તું મળ મૌન મારું અહીં આવીને કળ રાખ તું પણ વિશ્વાસ કેતુલ પર જરા અડકીને જો ભ્રમ છે કે છળ

Sunday, June 24, 2012

भीड मे केतुल तन्हा कहां रहेता है? कीसीकी यादमे वो भी खडा रहेता है। उन आंसुओ की कीमत तुम क्या जानो? जब कीसीकी यादमे आंखोसे बहता है? मजबुर है वो बस अपने प्यार के लीये; वरना जुल्म इतना कहां कोइ सहेता है? युं तो हमभी बने होंगे कीसी के लीये ; मगर एकरार ए इश्क कहां कोइ कहेता है? क्या हुआ जो खुदाने सांसे छीन ली? सभीकी यादमें झिंदा केतुल महेता है।
કંઇક અલગ કરવાના સ્વપ્નો જ્યારે જોવાય છે; ભીડ વચ્ચે ઉભો રહેલો કેતુલ ત્યારે ખોવાય છે..

Thursday, June 21, 2012

તું સમજણ રાખીને પ્રેમ કર હું નાસમજ થયીને પ્રેમ કર ૂ તારી યાદમાં પાગલ બનીને બસ જુદાઇ ના દિવસો ભરૂ ં એટલી બેકરારી છે મિલનની તને શોધવા ગલી ગલી હું ફરૂ ં નથી સાથ તુજ મુજ નસીબમાં કેતુલ, હવે જીવીને હું શું કરૂ ં જીવન તારા નામે મે કર્યું તારી મોત વખતે પણ હું મરૂ ~કેતુલ મહેતા~

Monday, June 18, 2012

પ્રેમ કરીને પણ શુ કરવું? જીવીને શું રોજ મરવું? કદર નથી જેને પ્રેમ ની એના ચરણે દિલ રોજ ધરવુ? પ્રેમ કરીને ઝિંદગી બગાડી હવે જાત માટે શું સુધરવું? ઝિંદગી આખી ઝિંદાદીલી રાખી પ્રેમ માટે કેતુલ કેમ કરગરવું?

Sunday, June 17, 2012

થોડું જીવીને થોડું મરું છું દિવસો જુદાઇના રોઇને ભરૂં છું મારી હાલત પર દુખ ના કર તારી પાસે હું ક્યાં કરગરૂ છું? આજે પણ એજ મોજમસ્તી છે નથી દેખાવ બસ અમસ્તી છે નથી ઉદાસી ભર્યું જીવન હવે ખુશી ખુશી હું તો હર ફર કરૂં છું જીવન મે તારા નામે કર્યું છે આંસુઓ થી મારૂં મન ભર્યું છે આમતો કેતુલ મોત છે મંઝિલ પણ યાદમા એની રોજ હું મરૂં છુ

Friday, June 15, 2012

આગ તારા પ્રેમની મને જલાવે છે; કેતુલ,તું કેમ મારા વગર ચલાવે છે?

Wednesday, June 13, 2012

જ્યારે માણસનુ સત્વ જાગે છે ત્યારે ભય પણ દુર ભાગે છે કોઇ સમયને જઇ ને પુછો,કેતુલ હર ઘડી એને કેટલા ઝખમ વાગે છે?
ભુલીને મને તુ રહીશ કેમ? મારાથી દુર તુ જઇશ કેમ? જે વાત તારી આંખો મા છે; બંધ હોઠોથી તું કહીશ કેમ? મારાથી અલગ ના થાજે; તારા વગર હું રહીશ કેમ? તારા પ્રેમના વરસાદ વગર; નદી બની હું વહીશ કેમ? કેતુલના પ્રેમમાં તાકાત છે; હવે તું બીજાની થઈશ કેમ?

Thursday, June 7, 2012

झिंदगी तुजसे ज्यादा मैंने जी ली है
 अब साकी रहम कर बहोत पी ली है
 सारी उम्र करता रहा जीसका इंतेजार
 वो ना आये मगर मौत आके मीली है
 कोइ चुरा ना ले उन्हे नजरो से हमार्री
 हमने पलको से अपनी आंखे सी ली है
 वो भी आयेंगे एक बार कब्र पे मेरी यारो
 उसके पैरो की आहट से ये झमीं हीली है
 मेरी मौत का उसे कोई गम नही, केतुल
 जरा हसने से उसकी ये आंखे गीली है
झिंदगी तुजसे ज्यादा मैंने जी ली है अब साकी रहम कर बहोत पी ली है
જો એ મારી સાથે નથી તો એ મારા શા માટે? મીઠી યાદમાં વહેતા આંસુ ખારા શા માટે? એકમેકથી દૂર કિનારા શા માટે? સાથે રહેવા છતાં દૂર જનારા શા માટે? કેતુલ,મૃત્યુ પછી પણ હ્રદયમા ધબકારા શા માટે
સ્વમાન થી જીવજે ને માનભેર મરજે ના ક્દી તું રડજે, ના કદી કરગરજે પાણી જેમ જીવન હાથમાંથી સરતું બીજાની પ્યાસ બુઝાવી સાર્થક કરજ

Tuesday, June 5, 2012

ચાહીને કંઇ માંગજે નહીં માંગીને કંઇ મળશે નહીં એક વખત જે વહી ગયા નદી ના પાણી વળશે નહીં

Monday, June 4, 2012

આમ તો સતત તપતો સુરજ; જોયું ક્ષિતિજે આગ બુઝાવે છે! તડકા ના બાહુપાશથી,કેતુલ; એ ધરાની પ્યાસ બુઝાવે છે.

Sunday, June 3, 2012

उसे भुलाने अब शराब भी नही पी शकते हर बोतल मे उसका चहेरा नजर आता है और साथमे उसकी एक बात याद आती है केतुल, शराब मत पीना उसमे जहर आता ह

Friday, June 1, 2012

મને છોડી દેવાથી તને શું મળશે? મારા વગર શું તારી ઝિંદગી ફળશે? તારા પ્રેમમા લખલૂંટ કમાયા,કાવ્યા હવે કહો કેતુલ કેમ આજીવીકા રળશે?? ખુબ વિચારેલુ સાથે જીવન ગુજારશુ ઍ આશાઓ પર પાણી ફરી વળશે દરીયા ને મળવા તત્પર થયી વહેતી કેતુલ પુછે, "શું ફરી ખળખળશે?!" સાથે રહી સદાય મૌન જાણતા કોણ કાના વગર મીરાંનુ મૌન કળશે??

Wednesday, May 30, 2012

શબ્દો પણ શ્વાસની જેમ રૂંધાય છે તુટેલુ દિલ એમ થોડી સંધાય છે?? અહીં એકમેકમા ઓતપ્રોત થવું પડે છુટ્યા પછી એમ થોડી બંધાય છે?? હવે ભરોસાની વાત પણ કેમ કરવી? લોકો પ્રેમ કર્યા પછી પણ મુંઝાય છે! શબ્દોના ઘાવ જે દિલ પર લાગે છે એ મીઠી વાણીથી પણ ક્યાં રૂઝાય છે? સાચો પ્રેમ ક્યારેય પરખાય નહીં એમાં ક્યારેક મજા તો સજાય છે!! તું શીદને વિચારે એ ખાલી તમારા જ છે? એને ચાહવા વાળા હજી ઘણા બિજાય છે! કેતુલ, મડદું બની હવે જીવી રહ્યો છે, ખાલી શ્વાસ નું આવન જાવન થાય છે!!
મોત જો હોય જીવન નો આખરી મુકામ તો કેતુલ જીવનભર તડપીને શું કામ??!

Tuesday, May 29, 2012

લાગે છે ઝિંદગી આજ ભારણ મને કણકણ લાગ્યા કરે મણમણ મને શું ઝાંઝવા કદી પ્યાસ બુઝાવે છે? જુવો પુછી રહ્યા છે કોરા રણ મને એવા હેતથી લીધો સમયને બાહુપાશમાં બસ જોયા કરે છે હવે હર ક્ષણ મને ભુલવાનુ વચન લઇને બેઠા જે યાદ કરી રહ્યા છે એ પણ મને કેતુલ દિવસ રાત મૃત્યુની રાહમા કેમ જીવવુ પડે તો પણ મને??!
જીવીને હું થાક્યો ચાલ મરીને જોઉ સંસાર સમંદરને ચાલ તરીને જોઉ પ્રયત્ન તને મળવાનો ચાલ કરીને જોઉ રક્ત બની રગરગમા ચાલ ફરીને જોઉ દુનિયા ઘૂમે તારી આસપાસ ચાલ ધરીને જોઉ નથી તુજ દર્શન મુજ નસીબમા ચાલ "હરી" ને જોઉ સમય બની નસીબમાંથી ચાલ સરીને જોઉ જીવતા કેતુલ ના સાંભરે ચાલ મરીને જોઉ
છોડીને આ દુનિયા,કેતુલ જશે જ્યારે તારે તારા મનને સમજાવવુ પડશે જીવતા તો મળ્યા નહી એકપણ વાર હવે સ્વપ્નોમા મળવા આવવુ પડશે..

Monday, May 28, 2012

સંબંધની સુવાસ લેવા પ્રેમનુ ફુલ ઉગાડેલુ સંબંધ સાચવવા કાજે આખું જીવન બગાડેલુ તેઓ બીજા કોઇના કેમ બની જાય કેતુલ ? મે જ એના નામ પર એક કલંક લગાડેલુ...
જનમો જનમની તો નથી ખબર પણ આ જનમમાં મલવુ શક્ય છે ખાલી મારી રચનાઓ ના માણો મને મળીને જુવો કેટલુ તથ્ય છે!!

Sunday, May 27, 2012

આંખોથી સિંચેલા સ્વપનો હજાર છે, કોઇ માટે નફરત તો કોઇ માટે પ્યાર છે; કેતુલ,ક્યારે સમજીશ તું ગણિત પ્રેમનું? જીત થાય તો પણ નુકશાન પારાવાર છે,

Saturday, May 26, 2012

ઊભી છે ઝિંદગી, બેઠી છે ઝિંદગી ક્યારેક હસાવીને રડી છે ઝિંદગી તું નાસમજ છો,સમજદાર છે એ હ્રદય થી હ્રદયની કડી છે ઝિંદગી છે શ્વાસનું સ્ખલન,એની દરેક યાદમા બસ એજ એક કારણ,હરઘડી છે ઝિંદગી કદી ઠોકરો ખાતા,તું ઝિંદગી ગુઝારતો ઉભો કરવા તુજને, કેવી પડી છે ઝિંદગી? છે સ્વાભિમાન કેવું, તુ કદી ના જાણે મરવું હતું તોપણ, નડી છે ઝિંદગી રહ્યુ જીવન કેતુલ,હમેશા મઝધારમા ડુબતો હતો હું ત્યારે જડી છે ઝિંદગી

Friday, May 25, 2012

દૂર રહીને પણ પાસ હોવાનો અહેસાસ છે સોડમ હવાની બોલે છે,"તું આસપાસ છે!" રહ્યુ જીવન અધુરૂં કાવ્યા વિના,કેતુલ તણું જરૂર મૃત્યુ પર એ આવશે, બસ વિશ્વાસ છે!!
બનીને ચાલાક હર બાજી હું મારી ગયો દુનિયાને જીતવા ખુદને હું હારી ગયો

Tuesday, May 22, 2012

છે જીવન મારૂં ઉદાસ નથી કોઇ આસ પાસ નિહાળી લે એક વાર બનવુ છે મારે ખાસ એક તારા મિલનની પલપલ મને આશ છોડી પરિક્ષા મુજની કેતુલ,રાખ તું વિશ્વાસ

Monday, May 21, 2012

ક્યારેક ઝિંદગી એવી મળે કેતુલ નિજને મળતા મળે હું આગ બનીને રાખ થાઉ પણ જીવન તારૂં ઝળહળે છે પ્રેમ સાચો એજ કાવ્યા જે મૌનની ભાષા કળે મુખ પર સ્મિત બની રેલાતુ શબ્દો કદી ના નિકળે જો પ્રેમ ન પામી શકુ હું જીવન પર પાણી વળે છે ઇચ્છા કેતુલ એટલી મર્યા પછી પણ તું મળે..

Sunday, May 20, 2012

ઝખ્મો કેરી રૂઝ મલી સાચી સમજણ સુઝ મલી જીવ્યો ત્યાં સુધી તરસ્યો હું ને મર્યા પછી પણ તું જ મલી!!
એક જમાનો હતો કેતુલ,લોકો કેવી ખુમારી મા લખતા આજે તો બસ પ્રિયતમને પામવા લાચારીમા લખાય છે

Friday, May 18, 2012

છે જીવન પોતાતણું થોડું બદનામ મારૂં પણ છે મીઠાશ સાકરની, છે મીઠા સમ ખારું પણ
હારીને એ જીત્યા જીતીને હું હાર્યો શું કહું કેતુલ ઝુકતી પાંપણે મને માર્યો

Thursday, May 17, 2012

ઇશ્વર સુણસે તારા હ્રદય નો ધબકાર એક વખત કેતુલ તું ઝિલીલે પડકાર

Wednesday, May 16, 2012

કરુ છું મારા હ્રદય ની વાત માંગુ છુ બસ તારી એક મુલાકાત શુ હાલ કહુ તને દિલનો,કાવ્યા જાગતી આંખે ગુજારુ છુ રાત તારી દિવાનગી મા ખોવાઇ ગયો છુ કેટલાયની નજરમા વગોવાઇ ગયો છુ બસ એક તારા જવાબની રાહ છે,કેતુલને "શું હુ સ્વપ્ન બનીને જોવાઇ ગયો છુ?" બસ આગમન તારૂં ઝંખે મન મારૂં કેતુલ સિવાય કાવ્યા કોણછે પ્રેમ કરનારૂં

Tuesday, May 15, 2012

સાહિત્ય સરોવરમા ડુબીને જાણો કિનારે બેસી છબછબીયાં ના માણો મોટા જહાજો તરી ના શકે ક્યારેક ને તરી જાય કેતુલ,ડુબતાં વહાણો

Monday, May 14, 2012

ईद का चांद तो तुम हो जान जो कभी कभी छुप जाता है ईतना प्यार है बादलो की आगोश मे के चांद आते आते रुक जाता है
ચઢાવ ઉતાર ઝિંદગીના મે પણ ઘણા જોયા છે તમને શું લાગે છે; સાથીઓ ખાલી તમેજ ખોયા છે?

Sunday, May 13, 2012

तेरे प्यारमे ऐसे जलते है, तेरी यादमे आंसु निकलते है; तुम शमा बनके जलते हो, ये मोम बनके पिघलते है।
ઝિંદગી ને માણતા શીખીલે વસંત હોય કે પાનખર હોય હારીને ના જીવન વિતાવજે ઝિંદગીના દિવસો આખર હોય
तुम ताजमहल की बातें करते हो केतुल, जहा महोब्बत दफन है। ये तो मुमताज के प्यारमे रखा संगेमरमर का एक कफन है। े

Saturday, May 12, 2012

કાવ્યા,કેમ હમેશ કુદરત મને નચાવે છે?ં મારી ઝિંદગી લઈ,મારૂં જીવન બચાવે છે!!
કેટલું દર્દ તું તારા દિલ માં છુપાવે છે; હોઠ પર મુસ્કાન રાખી કેતુલને લુભાવે છે!!

Friday, May 11, 2012

केतुल,खुद को कर बुलंद इतना कभी कोइ तुजे ठुकरा ना शके एक बार जो देखले दर्द ए दिल वो झिंदगी मे कभी मुस्कुरा ना शके
શબ્દો તણા સાહિલ મહીં મુજ નાવને હંકાર તું છે તરણું મારા હાથમા હવે તાર કે ડુબાડ તું

Thursday, May 10, 2012

પ્રેમ સરોવર મા પીવો તો જાણો પીધા વગર ઝિંદગી કેમ માણો??
मे समंदर बनके उछलता हुं, तुम बनके नदी ईतराती हो.. सबकी प्यास बुझाके;वापस मुजमे ही समा जाती हो!!
મિત્ર બનાવીને દગો કરી જાય જાણે કેમ કોઇ સગો કરી જાય તમારા કાળજાની લૂંટ કરે,કેતુલ જાણે કેમ કોઇ ઠગો કરી જાય...
તું શું જાણે કેતુલનો પ્રેમ? ઍ કાંઇ થોડી છે જેમ તેમ? પહેલા તું લાયક તો બન શા માટે રાખે છે તૂં વહેમ?
કાવ્યા શા માટે તું મિત્રતા માં છેતરાય છે? હ્રદય તારું તુટે છે;કાળજું મારું વેતરાય છે!

Tuesday, May 8, 2012

तन्हा रहेकर भी तुमने क्या खोया है? तेरे बगैर जान,केतुल कितना रोया है! तुम रोज प्यार की बारिश मे भीगते रहे हमने अपने आप को आंसुओ से भीगोया है
झिंदगी तेरे बगैर बीता दुंगा तु अगर जीना सिखा दे जाम और बोतल दोनो ले लुंगा तु अगर पिना सिखा दे

Sunday, May 6, 2012

મારા હર એક શ્વાસમાં કાવ્યા વસે છે યાદ માં એની હૈયું રડે ને હોઠ હસે છે
જરુરી નથી કે ચોખવટ થાય સાચા સંબંધ નું નામ ના હોય વિશ્વાસ ઉપર જ એ ચાલ્યા કરે એમા શંકા નું સ્થાન ના હોય
કેતુલ, છોડવા માટે થોડો સંબંધ બંધાય; એક વાર છુટી જાય તો કેમ પછી સંધાય?
સ્પંદન હ્રદય કેરો બહુ ધીરેથી ઝબકે તારું નામ આવે ને મારું હ્રદય ધબકે

Saturday, May 5, 2012

કેતુલ,કોણ કહે છે પ્રેમ એક સજા છે? એમા મુર્ખ બનવાની પણ એક મજા છે જીંદગી ગુજારવાના સ્વપ્ન જોયા હોય, એ જ કહી દે,"જા હવે તને રજા છે!!?"
કેતુલ આ સંસાર માં, સહુ કોઇ છે બદનામ; મરેલા ને સહુ યાદ કરે, તો જીવતર નું શું કામ??
પ્રિત તારી મારા જીવન ની કમાણી પૂર્ણ થયો હું જ્યારથી તું સમાણી

Friday, May 4, 2012

લાગણીઓ નો જમાનો નથી કેતુલ લોકો કેવા રમી જાય છે જેને પોતાના માન્યા જીંદગીભર એને બીજા ગમી જાય છે
મારૂં આ જીવન તારા નામે મે કર્યુ છે પ્રેમ મા ડૂબીને કોણ પાર ઉતર્યુ છે? છે હજી જીવન તો પ્રેમ કરીલે,કેતુલ બાકી મરેલા ની પાછળ ક્યાં કોઇ મર્યું છે?
જીંદગી જીવતા શિખવાડયું જેણે એ બધા મારાથી મોટા હતા એ બોલતા ગયા,હું જીવતો ગયો હાર્યો તો ખબર પડી,એ ખોટા હતા

Thursday, May 3, 2012

तेरी सांसो को झिंदा रखने तेरी धड्कन बनके धड्कने लगे हाल ए दिल कुछ ऐसा हुआ,केतुल तुम झिंदा रहे, और हम तडपने लगे

Wednesday, May 2, 2012

તને પામવા મે કરી રીત હજાર; મારા સિવાય તે કરી પ્રિત હજાર! તારી મોંઘેરી મુસ્કાન ખરીદવા, કેતુલ વેચાઇ ગયો ઉભી બજાર.

Monday, April 30, 2012

સુંદર નયનના કામણથી હવે લોકો નહીં છેતરાય કારણ, બુદ્ધિનો જમાનો છે કેતુલ, હ્રદય નથી કે વેતરાય

Sunday, April 29, 2012

झिंदगी जी के क्या करु जब मौत को गले लगाना है, ये तो लम्बी दौड है" केतुल" जिसमे खुद को भगाना है

Friday, April 27, 2012

હસીને કરેલી મજા પણ યાદ આવે છે, રોઇને લીધેલી સજા પણ યાદ આવે છે; રોજ સાંજે બેસતા હતા એકમેક ની આંખો જોવા, કેતુલ, એ મિલન ની રજા પણ યાદ આવે છે

Thursday, April 26, 2012

દરિયો તારો પણ છે દરિયો મારો પણ છે છો ઊંડાઇ માં તું નિર્ઝર કેતુલ કિનારો પણ છે

Saturday, April 21, 2012

હ્રદય ને ગમ માં રાખો નહિં, પણ ગમ હ્રદય માં રાખો; કેતુલ ની આ વાત, હરદમ હ્રદય માં રાખો.
તારા જેવા ચાંદ ને અમાસ કેમ લાગે? પૂનમ ને જોઇને અમાસ પણ ભાગે..
સંબંધો ઓછા ને રાતો ઘણી છે, તારી ને મારી વાતો ઘણી છે; ન હોય કહેવાનું ન હોય સુણવાનું, બસ આંખોમાં સાચી લાગણી છે!!

Friday, April 20, 2012

નારાઝ થયીને નારાઝ ના રહેજે જે વાત હોય તારા દિલ માં,કેતુલ ને કહેજે હું છું બહુ નાનો,પણ છુ બહુ મજાનો ઍકલતા નું દુખ,તું એકલો ના સહેજે..
થોડું આ જીવન; બાકી ઘણું કામ; કેમ હું ભુલું તને; કેમ કરૂં આરામ?

Thursday, April 19, 2012

કેતુલ તારા પ્રેમને
સમજી સકે ના કોય;
પણ તું એટલું સમજજે,
"પ્રિત" કીયે દુખ હોય
આગ થી રમે એ જાણે;
બાકીના ઝિંદગી શું માણે?

Monday, April 16, 2012

આતો લાગણી ભર્યા સંબંધો ની તરસ છે,કેતુલ
બાકી જીવન જીવવા મા ક્યાં રસ છે?