Sunday, September 16, 2012


નિખાલસ આ મનનો એકરાર હજી બાકી છે દોસ્તી કરી લીધી પણ પ્યાર હજી બાકી છે શંસય છે મારા મનમા શું ચાહશે એ મુજને વાતોમા તેની ચાહતનો અણસાર હજી બાકી છે આમતો જો કેતુલ સ્વમાન ભર્યુ જીવન છે એ ચાહે બસ મુજને એ ઉપકાર હજી બાકી છે કહ્યા કર્યા મે જે જે શબ્દો સહુ કુણા પડ્યા કોઇ જરા જઈને કહેજો ચોટદાર હજી બાકી છે છે આશ બસ મિલનની પણ કપરી છે મંઝિલ ખાસ સંભાળજે કદમ તું ધારદાર હજી બાકી છે જાતને વેચીને કાવ્યા પામી શક્યો ના તુજને જો આ પણ ઓછુ પડે તો ઘરબાર હજી બાકી છે ઓ મોત હજી રાહ જોજે કેતુલને લઈ જવાની સઘળુ મલી ગયુ પણ પરવરદિગાર હજી બાકી છે

Sunday, September 2, 2012


વિસ્મરણ હોય કે સ્મરણ હોય નશો ગઝલનો આમરણ હોય નથી નકશામા એના પગલા જોને ક્યાંક ખોવાયેલું એક જણ હોય યાદ કર્યા જેને જીવનભર કેતુલ કદાચ ભુલી ગયા તને એ પણ હોય ભીંજવીને તરબોળ કરી ગયા કેવા એની ગવાહીમા સુકાયેલા રણ હોય નથી અંત સમયની કોઇ ઇચ્છા કેતુલ બસ પાસે ઉભેલુ કોઇ એક જણ હોય

Thursday, August 16, 2012

હવે એ પણ મને સમજાય છે જનાજો શા માટે ઊંચકાય છે મુસીબતનો સૌ સાથે મળીને જોયુ કેવો નિકાલ કરી જાય છે! દુશ્મન જે સમજતા હતા મને તેઓ આજે કેવા હરખાય છે! આખી ઝિંદગી જે સાચવ્યા કર્યા એ સંબંધો બધા હવે પરખાય છે આખી ઝિંદગી જેનો બોજ ઉપાડ્યો એ મારો જનાજો ઉપાડીને જાય છે સાચા સંબંધો બસ એ જ નિકળ્યા જેની આંખો આંસુઓથી છલકાય છે બાકી જે નામના સંબંધો નિભાવતા પોતાના મન મા કેવા મલકાય છે આમ તો જીવનમા ક્યાં સુખ હતું? તો પણ ગુણગાન સારા ગવાય છે નનામી પર સવાર થઇ કેતુલ હવે થાક જીવનનો ખવાય છે

Monday, August 13, 2012

હવે એ પણ મને સમજાય છે જનાજો શા માટે ઊંચકાય છે મુસીબતનો સૌ સાથે મળીને કેતુલ કેવો નિકાલ કરી જાય છે!

Tuesday, August 7, 2012

છોડીને મને કાવ્યા ક્યાં તું વસે છે? મારા વગર પ્રિતમ શું તું પણ હસે છે? દિવસો વીતી ગયા છે તારા વિયોગમાં; મિલન કાજે મારા શું તું પણ તરસે છે? બહુજ ચાલાકીથી છુપાઇ ગયા છો કેવા? કેતુલની માયા જાળમાં ક્યાં તું ફસે છે? એકરાર નથી કરતા, ઇનકર નથી કરતા; બસ ચુપ રહીને કેવા મરક મરક હસે છે? છે બેચેન મન મારૂં મિલન કાજે તારૂં; હોઠ ચુપ છે પણ આંખલડી કેમ વરસે છે?

Monday, August 6, 2012


છે એક ચહેરો જે તડપાવે છે છે એક ચહેરો જે રડાવે છે પયગંબરની દિશામા જતા જતા મયખાનામા પગલા પડાવે છે યાદો એની મોકલી મોકલી મિલનના સ્થાને તેડાવે છે એ ખુદ ગેરહાજર રહીને કેવો મજાક મારો ઉડાવે છે પોતે બસ મસ્તીમા રહીને યાદોનો ભાર ઉપડાવે છે એક વખત વાત કરીને જાણે ઉપકાર માથે ચડાવે છે મારા આપેલા ફુલ જે એની કિતાબોમા સડતા હતા કેતુલ,રોઇ રોઇ ને આજે કબર પર મારી ચડાવે છે.

Friday, July 13, 2012

મિત્રો આજે ફરી મરવાનુ મન થયું ખોળીયો ખાલી કરવાનું મન થયું આખી ઝિંદગી ડુબીને જીવીછે,કેતુલ હવે લાશ બની તરવાનું મન થયુ