Sunday, September 16, 2012
Sunday, September 2, 2012
Thursday, August 16, 2012
હવે એ પણ મને સમજાય છે
જનાજો શા માટે ઊંચકાય છે
મુસીબતનો સૌ સાથે મળીને
જોયુ કેવો નિકાલ કરી જાય છે!
દુશ્મન જે સમજતા હતા મને
તેઓ આજે કેવા હરખાય છે!
આખી ઝિંદગી જે સાચવ્યા કર્યા
એ સંબંધો બધા હવે પરખાય છે
આખી ઝિંદગી જેનો બોજ ઉપાડ્યો
એ મારો જનાજો ઉપાડીને જાય છે
સાચા સંબંધો બસ એ જ નિકળ્યા
જેની આંખો આંસુઓથી છલકાય છે
બાકી જે નામના સંબંધો નિભાવતા
પોતાના મન મા કેવા મલકાય છે
આમ તો જીવનમા ક્યાં સુખ હતું?
તો પણ ગુણગાન સારા ગવાય છે
નનામી પર સવાર થઇ કેતુલ
હવે થાક જીવનનો ખવાય છે
Monday, August 13, 2012
Tuesday, August 7, 2012
છોડીને મને કાવ્યા ક્યાં તું વસે છે?
મારા વગર પ્રિતમ શું તું પણ હસે છે?
દિવસો વીતી ગયા છે તારા વિયોગમાં;
મિલન કાજે મારા શું તું પણ તરસે છે?
બહુજ ચાલાકીથી છુપાઇ ગયા છો કેવા?
કેતુલની માયા જાળમાં ક્યાં તું ફસે છે?
એકરાર નથી કરતા, ઇનકર નથી કરતા;
બસ ચુપ રહીને કેવા મરક મરક હસે છે?
છે બેચેન મન મારૂં મિલન કાજે તારૂં;
હોઠ ચુપ છે પણ આંખલડી કેમ વરસે છે?
Monday, August 6, 2012
Subscribe to:
Posts (Atom)