વિસ્મરણ હોય કે સ્મરણ હોય
નશો ગઝલનો આમરણ હોય
નથી નકશામા એના પગલા જોને
ક્યાંક ખોવાયેલું એક જણ હોય
યાદ કર્યા જેને જીવનભર કેતુલ
કદાચ ભુલી ગયા તને એ પણ હોય
ભીંજવીને તરબોળ કરી ગયા કેવા
એની ગવાહીમા સુકાયેલા રણ હોય
નથી અંત સમયની કોઇ ઇચ્છા કેતુલ
બસ પાસે ઉભેલુ કોઇ એક જણ હોય
No comments:
Post a Comment