નિખાલસ આ મનનો એકરાર હજી બાકી છે
દોસ્તી કરી લીધી પણ પ્યાર હજી બાકી છે
શંસય છે મારા મનમા શું ચાહશે એ મુજને
વાતોમા તેની ચાહતનો અણસાર હજી બાકી છે
આમતો જો કેતુલ સ્વમાન ભર્યુ જીવન છે
એ ચાહે બસ મુજને એ ઉપકાર હજી બાકી છે
કહ્યા કર્યા મે જે જે શબ્દો સહુ કુણા પડ્યા
કોઇ જરા જઈને કહેજો ચોટદાર હજી બાકી છે
છે આશ બસ મિલનની પણ કપરી છે મંઝિલ
ખાસ સંભાળજે કદમ તું ધારદાર હજી બાકી છે
જાતને વેચીને કાવ્યા પામી શક્યો ના તુજને
જો આ પણ ઓછુ પડે તો ઘરબાર હજી બાકી છે
ઓ મોત હજી રાહ જોજે કેતુલને લઈ જવાની
સઘળુ મલી ગયુ પણ પરવરદિગાર હજી બાકી છે
No comments:
Post a Comment