Wednesday, May 30, 2012

શબ્દો પણ શ્વાસની જેમ રૂંધાય છે તુટેલુ દિલ એમ થોડી સંધાય છે?? અહીં એકમેકમા ઓતપ્રોત થવું પડે છુટ્યા પછી એમ થોડી બંધાય છે?? હવે ભરોસાની વાત પણ કેમ કરવી? લોકો પ્રેમ કર્યા પછી પણ મુંઝાય છે! શબ્દોના ઘાવ જે દિલ પર લાગે છે એ મીઠી વાણીથી પણ ક્યાં રૂઝાય છે? સાચો પ્રેમ ક્યારેય પરખાય નહીં એમાં ક્યારેક મજા તો સજાય છે!! તું શીદને વિચારે એ ખાલી તમારા જ છે? એને ચાહવા વાળા હજી ઘણા બિજાય છે! કેતુલ, મડદું બની હવે જીવી રહ્યો છે, ખાલી શ્વાસ નું આવન જાવન થાય છે!!
મોત જો હોય જીવન નો આખરી મુકામ તો કેતુલ જીવનભર તડપીને શું કામ??!

Tuesday, May 29, 2012

લાગે છે ઝિંદગી આજ ભારણ મને કણકણ લાગ્યા કરે મણમણ મને શું ઝાંઝવા કદી પ્યાસ બુઝાવે છે? જુવો પુછી રહ્યા છે કોરા રણ મને એવા હેતથી લીધો સમયને બાહુપાશમાં બસ જોયા કરે છે હવે હર ક્ષણ મને ભુલવાનુ વચન લઇને બેઠા જે યાદ કરી રહ્યા છે એ પણ મને કેતુલ દિવસ રાત મૃત્યુની રાહમા કેમ જીવવુ પડે તો પણ મને??!
જીવીને હું થાક્યો ચાલ મરીને જોઉ સંસાર સમંદરને ચાલ તરીને જોઉ પ્રયત્ન તને મળવાનો ચાલ કરીને જોઉ રક્ત બની રગરગમા ચાલ ફરીને જોઉ દુનિયા ઘૂમે તારી આસપાસ ચાલ ધરીને જોઉ નથી તુજ દર્શન મુજ નસીબમા ચાલ "હરી" ને જોઉ સમય બની નસીબમાંથી ચાલ સરીને જોઉ જીવતા કેતુલ ના સાંભરે ચાલ મરીને જોઉ
છોડીને આ દુનિયા,કેતુલ જશે જ્યારે તારે તારા મનને સમજાવવુ પડશે જીવતા તો મળ્યા નહી એકપણ વાર હવે સ્વપ્નોમા મળવા આવવુ પડશે..

Monday, May 28, 2012

સંબંધની સુવાસ લેવા પ્રેમનુ ફુલ ઉગાડેલુ સંબંધ સાચવવા કાજે આખું જીવન બગાડેલુ તેઓ બીજા કોઇના કેમ બની જાય કેતુલ ? મે જ એના નામ પર એક કલંક લગાડેલુ...
જનમો જનમની તો નથી ખબર પણ આ જનમમાં મલવુ શક્ય છે ખાલી મારી રચનાઓ ના માણો મને મળીને જુવો કેટલુ તથ્ય છે!!