Thursday, June 21, 2012

તું સમજણ રાખીને પ્રેમ કર હું નાસમજ થયીને પ્રેમ કર ૂ તારી યાદમાં પાગલ બનીને બસ જુદાઇ ના દિવસો ભરૂ ં એટલી બેકરારી છે મિલનની તને શોધવા ગલી ગલી હું ફરૂ ં નથી સાથ તુજ મુજ નસીબમાં કેતુલ, હવે જીવીને હું શું કરૂ ં જીવન તારા નામે મે કર્યું તારી મોત વખતે પણ હું મરૂ ~કેતુલ મહેતા~

Monday, June 18, 2012

પ્રેમ કરીને પણ શુ કરવું? જીવીને શું રોજ મરવું? કદર નથી જેને પ્રેમ ની એના ચરણે દિલ રોજ ધરવુ? પ્રેમ કરીને ઝિંદગી બગાડી હવે જાત માટે શું સુધરવું? ઝિંદગી આખી ઝિંદાદીલી રાખી પ્રેમ માટે કેતુલ કેમ કરગરવું?

Sunday, June 17, 2012

થોડું જીવીને થોડું મરું છું દિવસો જુદાઇના રોઇને ભરૂં છું મારી હાલત પર દુખ ના કર તારી પાસે હું ક્યાં કરગરૂ છું? આજે પણ એજ મોજમસ્તી છે નથી દેખાવ બસ અમસ્તી છે નથી ઉદાસી ભર્યું જીવન હવે ખુશી ખુશી હું તો હર ફર કરૂં છું જીવન મે તારા નામે કર્યું છે આંસુઓ થી મારૂં મન ભર્યું છે આમતો કેતુલ મોત છે મંઝિલ પણ યાદમા એની રોજ હું મરૂં છુ

Friday, June 15, 2012

આગ તારા પ્રેમની મને જલાવે છે; કેતુલ,તું કેમ મારા વગર ચલાવે છે?

Wednesday, June 13, 2012

જ્યારે માણસનુ સત્વ જાગે છે ત્યારે ભય પણ દુર ભાગે છે કોઇ સમયને જઇ ને પુછો,કેતુલ હર ઘડી એને કેટલા ઝખમ વાગે છે?
ભુલીને મને તુ રહીશ કેમ? મારાથી દુર તુ જઇશ કેમ? જે વાત તારી આંખો મા છે; બંધ હોઠોથી તું કહીશ કેમ? મારાથી અલગ ના થાજે; તારા વગર હું રહીશ કેમ? તારા પ્રેમના વરસાદ વગર; નદી બની હું વહીશ કેમ? કેતુલના પ્રેમમાં તાકાત છે; હવે તું બીજાની થઈશ કેમ?

Thursday, June 7, 2012

झिंदगी तुजसे ज्यादा मैंने जी ली है
 अब साकी रहम कर बहोत पी ली है
 सारी उम्र करता रहा जीसका इंतेजार
 वो ना आये मगर मौत आके मीली है
 कोइ चुरा ना ले उन्हे नजरो से हमार्री
 हमने पलको से अपनी आंखे सी ली है
 वो भी आयेंगे एक बार कब्र पे मेरी यारो
 उसके पैरो की आहट से ये झमीं हीली है
 मेरी मौत का उसे कोई गम नही, केतुल
 जरा हसने से उसकी ये आंखे गीली है